સમય ઉલટો ચાલી રહ્યો છે
શું તમે ખરેખર આગળ વધી રહ્યા છો સમય ની સાથે કે પાછળ ?
આપડી પરિસ્થિતિ નીચે બતાવેલ સ્કેલ જેવી છે
આ સવાલ સાંભળીને બધાના મન માં એક જ જવાબ આવશે કે સ્પષ્ટ રીતે આગળ જ જય રહ્યા છીએ કારણ કે ટેકનોલોજી કેટલી આગળ વધી રહી છે ભણવાનું મહત્વ કેટલું વધી ગયું છે પેલા જે કામ થોડા રૂપિયા માં અને વધારે સમય માં થતું એ આજે વધું રૂપિયા માં અને થોડા સમય માં થાય છે બધા ના જીવન ધોરણ ઊંચા થાય ગયા છે જમીનો ના ભાવ વધી ગયા છે ભાઈ ભાઈ વચ્ચે ના સબંધ ના તાંતણા નો તાર ખાંડ ની ચાસણી ની જેમ જટલો વધુ તપાસો એટાલો પાતળો થતો જાય છે. આવું બધું લખ્યા છતાં કેમ એવું કાવ છું કે સમય પાછળ જઈ રહ્યો છે.
એકવીસ મી સદી નો પહેલો દાયકો એ એક ન્યુટ્રલ પોઇન્ટ છે આ દાયકા પછી નો સમય આ દાયકા ના પહેલા ના સમય સાથે ઉલટો સારું થયો છે કેવી રીતે એ વાત શરું કરી એક સામાન્ય પહેરવાની વસ્તુ થી જે છે ચોયણી ( પગ ના ઘૂંટણ થી નીચે એકદમ ચસોચસ અને ઉપર કમર સુધી ખુલતું) અને આજ ના જમાનાનું ઈન્ડો-વેસ્ટર્ન. પહેલા ના સમય માં બધા પુરુષો આજ પ્રકાર નો પોશાક પહેરતા અત્યરે પણ ઘણી જગ્યાઓ છે જ્યાં હજી પહેરાય છે, આજ પોશાક ને થોડો મઠારી ને નવું રૂપ આપવામાં આવ્યું છે જે લોકો અત્યરે લગ્ન પ્રસંગે કે કોઈ તહેવારો માં એક નવા અવતાર માં પેહરે છે.
નેવું ના દાયકા ના બાળકો જયારે નાના હતા ત્યારે જે રમત રમતા જેમ કે સાપ-સિડી , લુડો ,થાપો દા , પકડમ પટ્ટી, ગિલ્લી ડાંડીયા વગેરે ઘણી એવી રમતો હતી જે હવે ના બાળકો એ પણ રમવા નું શરૂ કર્યું છે પણ તફાવત માત્ર એટલો જ છે કે માધ્યમ બદલી ગયું છે. બધી રમતો મોબાઈલ માં આવી ગઈ છે અને થોડાક નામ બદલાણા છે સાપ-સિડી માંથી સ્નેક એન્ડ લેડર થાય ગયું છે અને દાવ કરવા મટે જે પાસો હાથ થી ( મુઠી માં ફૂંક મારીને) ફેકવો પડતો એ હવે મોબાઇલ એની રીતે ફેંકી દે છે પણ માજા જે પેલા હતી કે જયારે સાપ કરડતો ત્યરે કાંકરી ઘસતા ઘસતા નીચે (અવાજ સાથે) ઉતારતા અને સિડી (છૂમમમ) ના અવાજ સાથે ચડાવતા એ બધું હવે ક્યાંક ખોવાઈ ગયું છે. લુડો ની રમત પણ છેલ્લા એક વર્ષ થી બજાર માં આવી છે પણ પેલા જે એક જ ઘર માં પ્લેયર માટે ઝગડો થતો અને એક-બે લોકો વધારે જ રેહતા રમવા માટે જ્યારે અત્યારે તો મોબાઈલ માં ચાર પ્લેયર શોધવા માંટે પણ વિદેશીઓ ને શોધવા પડે અથવા તો કમ્પ્યુટર સાથે રમવું પડે છે અને હવે તો નવા વર્જન મુજબ છ પ્લેયર પણ રમી શકે. પકડમ પટ્ટી અને થાપો દા પણ અત્યારે લોકો સોશ્યિલ મીડિયા પાર રમી જ રહ્યા છે ફર્ક માત્ર એટલો જ છે કે અહીં કોઈ પેલા આઉટ થય ગયેલા ને "બચાવ્યા" એમ બૂમ પાડીને કોઈ સગા પણ બચાવતા નથી અને સામ્યતા એટલી છે કે માટલી બોવ ચિરાય(રમ્યા હશે એને ખબર હશે) છે બધાની.
જમવાની વાત કરીયે તો ફાઈવ સ્ટાર હોટેલો કરતા દેશી ઢાબા માં વધારે માનવ મહેરામણ ઉમટેલ જોવા મળે છે અને મોટી મોટી હોટેલો વાળા પણ ગામડાની થીમ વળી હોટેલ બનાવવા લાગ્યા છે અને શહેર ના લોકો માં વન ભોજન નો ક્રેઝ વધતો જાય છે જે પ્રથા તો હવે ગામડામાં પણ રહી નથી કે જેમ પેલા ના સમય માં ખેડૂતો સવાર માં સૂર્ય ઉગતા પેહલા ખેતરે પોચી જતા બપોર નું ભાથું (લંચ) લઇ ને અને વડલા ના ઝાડ નીચે બેસીને અડદ ની દાળ અને રોટલા સાથે ડુંગળી ખાવાની માજા જ અલગ છે એના જેવી મીઠાસ આ ડોમિનોઝ વાળા ના વિદેશી રોટલા માં ના આવે આ ખેતરે જમવાનો બે-ત્રણ વખત નો મારો અનુભવ પણ છે પણ આ વાત સમજાય તો ત્યારે જ જયારે દાદા એના જમાનાની વાત કરે કે તારા દાદી જ્યાં સુધી કામ કરતા ત્યાં સુધી કયારે સુરજ ઉગ્યા પછી સુતા નથી ને ગમે એટલા નું ભાત (ટિફિન) બનાવવા નું હોય ક્યારેય મોઢું બગાળ્યું નથી. થીમ ભલે ગમે એટલા પૈસા ખર્ચીને ગામડાની કરે પણ એ ખેતર ની ખુશ્બુ "પ્રાડા" ના પરફ્યુમ થી પણ ના આવે.
આપડી પરિસ્થિતિ નીચે બતાવેલ સ્કેલ જેવી છે
આપડો પહેલાનો સમય અનંત પ્લસ માંથી આવે છે અને જો કલ્કી અવતાર ને માનીયે તો ઝીરો પર એની શરૂઆત છે જેમ આ સ્કેલ માં આંકડા સરખા રહે તેમ જુના જમાનાની ફેશન ,રિવાજો, પધ્દ્ધતિ ઓ બધું પાછું આવતું જાય છે પણ ઋણ સાથે (માઇનસ નિશાની) એની કિંમત આંકડા વધતા ની સાથે ઘટતી જાય છે.
Comments
Post a Comment